એન. આર. આઈ. સમાચાર
News of Monday, 25th March 2019

''માતા કી ચૌકી'': અમેરિકામાં શિવ દુર્ગા ટેમ્પલ ઓફ સન્નીવલે કેલિફોર્નિયા મુકામે ૨૯ માર્ચ શુક્રવારના રોજ યોજાનારો ધાર્મિક પ્રોગ્રામ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્પલ ઓફ બે એરીયા, ૧૧૭૦ કર્ન એવન્યુ સન્નીવલે, કેલિફોર્નિયા મુકામે ૨૯ માર્ચ શુક્રવારના રોજ ''માતા કી ચૌકી'' ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેનો સમય સાંજના સાત વાગ્યાનો રાખવામાં આવ્યો છે. બાદમાં મહાઆરતી થશે તથા રાત્રે ૧૦ વાગ્યે પ્રીતિ ભોજનનું આયોજન કરાયું છે. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)