એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 22nd January 2022

'ચલી ચલી રે પતંગ મેરી ચલી રે ' : મકર સંક્રાતિ પર્વ ઉપર દુબઈના આકાશમાં રંગબેરંગી પતંગોનો જમાવડો : સુવિખ્યાત ડિવાઇન એન્ટરટેઇન્મેન્ટ તથા પ્રાઈમ હેલ્થ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પતંગોત્સવ -2022 નું આયોજન કરાયું : તમામ કોમ્યુનિટીના લોકો જોડાયા : રમત ગમત ,મનોરંજન ,તથા ઈનામોની વણઝાર સાથે વિવિધતામાં એકતાના દ્રશ્યો જોવા મળ્યા

દુબઇ : તાજેતરમાં મકર સંક્રાતિ પર્વ ઉપર દુબઈમાં સુવિખ્યાત ડિવાઇન એન્ટરટેઇન્મેન્ટ તથા પ્રાઈમ હેલ્થ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પતંગોત્સવનું આયોજન કરાયું હતું. ક્રીક પાર્ક ઓઉડ મેથ ખાતે આયોજિત આ ઉત્સવમાં તમામ કોમ્યુનિટીના લોકો જોડાયા હતા.તથા આકાશમાં રંગબેરંગી પતંગોનો જમાવડો જોવા મળ્યો હતો.તેમજ રમત ગમત ,મનોરંજન ,તથા ઈનામોની વણઝાર સાથે વિવિધતામાં એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.ખુશનુમા વાતાવરણ તથા આકાશમાં જોવા મળતા રંગબેરંગી પતંગોને કારણે મકર સંક્રાતિ પર્વનો દિવસ યાદગાર બની રહ્યો હતો.

સાંજે યોજાયેલા મનોરંજન કાર્યક્રમો ,રમત ગમત ,તથા ઈનામોની વણઝારથી પતંગ રસિકો ખુશખુશાલ થઇ ગયા હતા.આ તકે ડિવાઇન એન્ટરટેઇન્મેન્ટના શ્રી સુગર પ્રિયદર્શીએ પતંગ મેલા 2022 ના સ્થળ ઉપર દોરેલા દુબઈના પ્રાઈમ મિનિસ્ટર તથા શાસક હીઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોઉં ના સુંદર ચિત્રએ ઉત્સવની શોભા વધારી દીધી હતી.

એકંદરે સમગ્ર દિવસ લોકોએ આનંદ પ્રમોદ સાથે વિતાવ્યો હતો.તમામ કોમના લોકો વચ્ચે સમાનતાની તથા સહનશીલતાની ભાવના જોવા મળી હતી.જે વિવિધતામાં એકતાના સંદેશ સમાન હતી.આયોજકોએ દુબઇ સરકાર તથા શાસકોનો તેમના સહકાર તથા ઉદારતાની ભાવના માટે આભાર માન્યો હતો.

(11:59 am IST)