એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th November 2022

ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ

ઈલિનોઈસ : કેરોલ સ્ટ્રીમ IL માં 'રાણા રેગન સેન્ટર' ખાતે આયોજિત દિવાળી  તહેવાર ઉજવ્યો. પ્રારંભમાં બીએસસીના પ્રમુખ હરિભાઈ પટેલ અને બીએસસી મેંનેજિંગ  ટ્રસ્ટી પરસોતમ પંડ્યાએ બીએસસી સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.

શરુઆતમાં દીપ પ્રાગટ્ય અમિત શાહ (RN ઇન્ટરનેશનલ), પરેશ પટેલ (મેગા સર્કિટ્સ), ગોરધનભાઇ પટેલ (અમેરિકન સ્ટાન્ડર્ડ સર્કિટ્સ), નિલેશ ટોપીવાલ (ઓડિટર), મનીષ પટેલ (નીરવ ગ્રોસર્સ), BSC પ્રમુખ હરિભાઇ પટેલ, છોટાલાલ પટેલ (ઉમિયા ધામ સંસ્થા) દ્વારા કરવામાં આવ્યું હતું.

શિકાગો સિનિયર્સના સ્થાપક અને અધ્યક્ષ, નરસિંહભાઈ પટેલ (ભારતીય સિનિયર્સ ઑફ શિકાગોના પ્રમુખ), રક્ષિકા અંજારિયા (બીએસસી એક્ઝિક્યુટિવ મેમ્બર), ત્યાર બાદ બીએસસી એક્ઝિક્યુટિવનું ઈન્દુભાઈ પટેલ, શારદાબેન પાગદલ, અમરબેન ચાવડા દ્વારા ફૂલો  આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. , શારદાબેન પટેલ , હીરજીભાઈ પોંકીયા , પ્રવિણ અમીન , ચંદ્રકાંત પટેલ , બાબુભાઈ લહેરી , બચુભાઈ પાગડાળ  , શિરીષભાઈ શાહ , શિલ્પા દેસાઈ , દામિની પટેલ , અરવિંદભાઈ ગુણા , રમેશ રૂપાની, જ્યોત્સના પટેલ, મદારસંગ ચાવડા, જયંતિ ઓઝા (ન્યૂઝ મીડિયા ફોટો/વિડિયો જર્નાલિસ્ટ) ટીવી એશિયા મિડવેસ્ટ બ્યુરો ચીફ વંદના ઝિંગનને ફૂલ બુકે  આપી સ્વાગત કરેલ  

બીએસસીનો  એક્સેલન્સ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ સ્વેતા બાયડ (અરોરા ટાઉનશીપ ટ્રસ્ટી )  વંદના ઝિંગન (ટીવી એશિયા મિડવેસ્ટ બ્યુરો ચીફ) અને નિમિશ જાની (કમ્યુનિટી લીડર)ને અર્પણ કરવામાં આવેલ  'દિવાળી ધમાકા' બોલિવૂડ ગાયક અને ઈન્ડિયન આઈડલ સીઝન 3 અને એક્સ ફેક્ટર ઈન્ડિયા ફેમ ગીતેશ અય્યર અને અંકિતા મુખેરીએ રજૂ કરેલા મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ માટે શ્રેષ્ઠ પસંદ કરવામાં આવ્યા હતા. આ ગાયકોએ 60,70 અને 80 માંથી બોલિવૂડ ગીતો ગાયા હતા  તમામ BSC સભ્યોએ રાત્રે 8:00 PM થી મધ્યરાત્રિ સુધી ડાન્સ  અને સંગીતની  ધૂન પર  મજા માણી હતી.

 એપેટાઇઝર અને ડિનર કોકટેલ અવર્સમાં સાંજે 6PM થી 7:30 PM અને BSC દ્વારા ચા, કોફી અને દૂધીનો હલવો અને મલાઇ  કૂલફી, કૈસર પિસ્તા આઇસક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. એપેટાઇઝર અને ડિનર માટે  સ્વાદિષ્ટ મેનૂ હતું જેમ કે પુરી (ફ્રેશ), કાજુ કતરી, હરા ભારા કબાબ, સમોસા, ઇદડા  ચટણી, લીલું ઉંધીયુ, કાજુ કારેલા, લચકો દાળ, કઢી, ચોખા, પાપડ, પાપડી, ડુંગળી, તાજી કેરી લીલા મરચા, અથાણાં, મેંગો  લસ્સી, રાત્રે 9:30 વાગ્યા પછી BSC દ્વારા  દૂધી હલવો, મલાઈ કુલ્ફી, આઈસ્ક્રીમ અને તાજા કલકતી પાન. ફૂડ મેનૂ રાજા શાહી (કિંગ મેનુ) હતું દરેકને બધા સ્વાદિષ્ટ ભોજન  પીરસવામાં આવેલ . કાર્યક્રમના અંતે BSC ના પ્રમુખ હરિભાઇ પટેલએ  સ્ટેજ પર તમામ કારોબારી સભ્યોનો પરિચય કરાવ્યો હતો અને આ  કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા શ્રી જયંતિ ઓઝા દ્વારા ફોટો અને માહિતી દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)