એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 26th November 2019

અમેરિકામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાનના ઉપક્રમે ૧૪ નવેં.૨૦૧૯ના રોજ ''એડવોકસી ડે'' ઉજવાયોઃ કોંગ્રેસ મેમ્બર્સ, હાઉસ રિપ્રેઝન્ટેટીવ્સ, સેનેટર્સ તથા કોમ્યુનીટી અગ્રણીઓ સહિત ૪૦૦ ઉપરાંત લોકોએ દિવાલી ઓન કેપિટલ હિલની ઉજવણી કરી

વોશીંગ્ટનઃ યુ.એસ.માં વસતા ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેનેટ મેમ્બર્સ, તેમજ હાઉસ રિપ્રેઝન્ટેટીવ્સ સાથે મુલાકાત કરાવતો અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરાવતો પ્રોગ્રામ ''એડવકસી ડે'' તાજેતરમાં ૧૪ નવેં.૨૦૧૯ ગુરૂવારના રોજ યોજાઇ ગયો.

BAPS સ્વામિનારાયણ સંસ્થાન તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીંગના ઉપક્રમે દિર્કસેનેટ ઓફિસ બિલ્ડીંગ વોશીંગ્ટન મુકામે યોજાયેલા આ પ્રોગ્રામ દિવાલી ઓન ધ હિલ તરીકે ઉજવાયો હતો. જેમાં ૪૦૦ ઉપરાંત કોમ્યુનીટી મેમ્બર્સએ હાજરી આપી હતી.

આ તકે ટેકસાસ પેન્સિલવેનિઆ, વોશીંગ્ટન, કેલિફઓર્નિયા, ઇલિનોઇસ,CA, કેલિફોર્નિયા, AZ, સહિતના સ્થળોએથી ચૂંટાઇ આવેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં .જેમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ, કોગ્રેંસમેન શ્રી રોખન્ના, શ્રી રાજા ક્રિશ્નામુર્થી ઉપરાંત યુ.એસ.ખાતેના ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન શ્રીંગલા, તેમજ અમેરિકન પ્રતિનિધિઓનો સમાવેશ  થતો હતો.

જેમણે BAPS દ્વારા હાથ ધરાતી કોમ્યુનીટી સેવાઓને બિરદાવી હતી. જે અંતર્ગત અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન શ્રીંગલાએ તેમના સાઉથ આફ્રિકાના કાર્યકાળ દરમિયાન પૂજય પ્રમુખ સ્વામીની મુલાકાત તથા કોમ્યુનીટી સેવાઓ યાદ કરી હતી. બાદમાં અમેરિકામાં સેવાકીય પ્રવૃતિઓ સાથે ભારતની સંસ્કૃતિ ઉજાગર કરવા બદલ કોંગ્રેસનું પ્રશસ્તિપત્ર BAPSને આપવામાં આવ્યું હતું.

ઉપસ્થિત અગ્રણીઓએ ઇન્ડિયન અમેરિકનોના પ્રશ્નોને વાચા આપી નિરાકરણ માટે કટિબધ્ધતા વ્યકત કરી હતી.

એડવોકસી ડે નિમિતે ઇન્ડિયા અમેરિકા મુમેન્ટ, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન, ઇન્ડિપાસ્પોરા, આર્ટ ઓફ લીવીંગ ફેડરેશન ઓફ જૈન એશોશિએશન નોર્થ અમેરિકા, જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશીંગ્ટન, યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સીલ સહિતના ઓર્ગેનાઇઝેશન્શનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેવું શ્રી લેનિન જોશીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)