એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th September 2020

" ચાલો સૌ કોરોનાને હરાવીએ " : સમાજમાં જનજાગૃતિ લાવવા, તથા કોરોના મહામારીનો હિંમતભેર સામનો કરવા, તેમજ લોકોને સાચી વૈજ્ઞાનિક માહિતી આપવા, યોજાનારો વેબિનાર : આવતીકાલ રવિવાર 27 સપ્ટે.2020 ના રોજ જોય એકેડેમી આયોજિત આ વેબિનારમાં ફેસબુક લાઈવ તથા યુટ્યુબ લાઈવ દ્વારા જોડાવાની તક : ભારત તથા અમેરિકાના નિષ્ણાંત તબીબો ગુજરાતીમાં માર્ગદર્શન આપશે : સવાલોના જવાબ આપશે

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : સમાજમાં જનજાગૃતિ લાવવાના હેતુથી અને લોકોને સાચી વૈજ્ઞાનિક માહિતી મળે, તેમજ કોરોના  મહામારીની પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરી કોરોનાથી બચવાના ઉપાયો માટે જોય એકેડેમી દ્વારા ભારતીય સમય પ્રમાણે રવિવાર તારીખ 27-09-2020 ના રોજ રાત્રે  9-00  વાગ્યે ભારતમાં, સાંજે 7-30 કલાકે દુબઈમાં, સાંજે 6-30 કલાકે નાઇરોબીમાં તથા સાંજે 4-30 કલાકે યુ.કે.માં ફેસબુક લાઈવ અને યુટ્યુબ લાઈવ પર" ચાલો સૌ કોરોનાને હરાવીએ " વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે.

આ વેબિનારના અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો.વલ્લભભાઈ કથીરિયા તેમજ મૉડરેટર તરીકે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટીટયુશનના પૂર્વ ચેરમેનશ્રી અને યુરોલોજિસ્ટ ડો.પ્રદીપ કણસાગરા છે.

આ વેબિનારમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જામનગરના નિવૃત પ્રિન્સિપાલ અને વિશ્વ વિખ્યાત વૈદરાજ શ્રી હિતેશ જાની ,સિનર્જી હોસ્પિટલ ,રાજકોટના ક્રિટિકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયા ,એસ.જી.વી.પી.હોલીસ્ટીક હોસ્પિટલ ,અમદાવાદના ક્રિટિકલ કેર નિષ્ણાત ડો.સૌમિલ સંઘવી કોરોનાથી બચવા માટે સરળ ગુજરાતી ભાષામાં માર્ગદર્શન આપશે તેમજ સવાલોના જવાબ આપશે. ઉપરાંત આ વેબિનારમાં કોરોનાનો જંગ જીતનાર દર્દીઓ પોતાના અનુભવો જણાવશે. જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

વેબિનારને સફળ બનાવવા માટે જોય એકેડેમીના આયોજકો શ્રી ભાસ્કર સુરેજા, શ્રી બી.યુ.પટેલ, ડો. ભાણજી કુંડારીયા, સુશ્રી નેન્સી પટેલ, શ્રી ચતુર સભાયા, ડો.સી.ડી.લાડાણી, શ્રી રમણ રામા, શ્રી ભીમા મોઢવાડીયા, શ્રી કાંતિ ઘેટીયા, શ્રી પંકજ સુતરીયા, શ્રી દિલીપ વાછાણી અને શ્રી દર્શન કણસાગરા સક્રિય રીતે પોતાનો ફાળો આપી રહ્યા છે.

(2:08 pm IST)