એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th September 2020

પાકિસ્તાનમાં પ્રેસ મીડિયાની સ્વતંત્રતા ખતરામાં : 49 પત્રકારો વિરુદ્ધ સાઇબર ક્રાઇમ કાનૂન હેઠળ કોર્ટ કેસ : દેશવ્યાપી આંદોલન કરવાની જર્નાલિસ્ટ યુનિયનની ચીમકી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં પ્રેસ મીડિયાની સ્વતંત્રતા ખતરામાં હોવાનું જાણવા  મળે છે.જે મુજબ એફ આઇ એ દ્વારા 59 પત્રકારો વિરુદ્ધ સાઇબર ક્રાઇમ કાનૂન હેઠળ કોર્ટ કેસ કરવામાં આવ્યા છે.જેની સામે દેશવ્યાપી આંદોલન છેડવા જર્નાલિસ્ટ યુનિયને ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો સાઇબર ક્રાઇમ કાનૂન શરુઆતથીજ વિવાદમાં છે.જે  અભિવ્યક્તિની આઝાદી છીનવી લેનારો હોવાનો આક્ષેપ થાય છે.જે મુજબ પાકિસ્તાની સેનાનો વિરોધ કરનાર વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ લગાવાયો હતો.

(1:02 pm IST)