News of Wednesday, 26th June 2019
અમેરિકાના કેલિફોર્નિયામાં કાર અકસ્માતે ભારતીય મૂળના 26 વર્ષીય યુવાન સૈયદ વસીમ અલીનું કરુણ મોત
કેલિફોર્નિયા : યુ.એસ.માં ફ્રેમોન્ટ સ્થિત ભારતીય મૂળના 26 વર્ષીય યુવાન સૈયદ વસીમ અલીનું કાર અકસ્માતે કરુણ મોત થયું છે.હૈદરાબાદનો વતની આ યુવાન લિફ્ટ રાઈડ હૈલીન્ગ સર્વિસની ટોયોટો કારનું ડ્રાંઇવિંગ કરતો હતો જેમાં એક 49 વર્ષીય પેસેન્જર સેલા હરનીકવીઝ પણ શામેલ હતા તે બંનેનું મોત નિપજયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સામેથી આવી રહેલી મર્સીડીસ કાર સાથે ટક્કર થતા ઉપરોક્ત ગમખ્વાર ઘટના બની હતી.
(12:26 pm IST)