એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th May 2018

‘‘શ્રીમદ ભાગવત કથા'' યુ.એસ.ના મંગલ મંદિર મેરીલેન્‍ડમાં સ્‍વામી નલિનાનંદગિરિજીના વ્‍યાસાસને આયોજીત કથાની આજ ૨૬મેના રોજ પૂર્ણાહુતિઃ મંદિરના ૨૫ વર્ષની ઉજવણી નિમિતે ૨ જુન ૨૦૧૮થી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા કાર્નિવલનું આયોજન

મેરીલેન્‍ડઃ યુ.એસ.ના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૯ મેથી ૨૬મે ૨૦૧૮ દરમિયાન સ્‍વામી નલિનાનંદગિરિજીના વ્‍યાસાસને આર્યાજીત ભાગવત કથાની આજ ૨૬મે ૨૦૧૮ શનિવારના રોજ પૂર્ણાહુતિ થશે. જે અંતર્ગત બપોરે ૪ થી સાંજે ૭ વાગ્‍યા દરમિયાન કથાપઠન બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ઉપરાંત આગામી દિવસોમાં પૂ.કૃષ્‍ણદત્ત શાસ્‍ત્રીના વ્‍યાસાસને પણ કથા યોજાશે. જેની વિગત હવે પછી જાહેર થશે મંદિરના ૨૫ વર્ષની ઉજવણી નિમિતે આગામી ૨ જુન ૨૦૧૮ના રોજ કેસર સ્‍નાન, ધ્‍વજારોહણ, ભજન, આરતી તથા લંચ, ૩ જુનના રોજ ભવ્‍ય કાર્નિવલ, ૯ જુનના રોજ રેઇન ડેટ ફોર કાર્નિવલ, તેમજ સમૂહ સત્‍યનારાયણ કથા સહિતના પ્રોગ્રામો તથા ૧૦ જુનના રોજ યજ્ઞનું આયોજન કરાયું છે ૧૬ જુનના રોજ ‘‘રાધેશ્‍યામને સથવારે જયશ્રીકૃષ્‍ણ'' મ્‍યુઝીકલનું આયોજન છે જેની વિગત ટુંક સમયમાં પ્રસિધ્‍ધ થશે. મંદિરની રજત જયંતિની ઉજવણી પ્રસંગે સોવેનિઅર પ્રસિધ્‍ધ કરાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:09 pm IST)