એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th May 2018

અમેરિકામાં H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર પાછો ખેંચવાનો મુસદો ફાઇનલ તબકકામાં: જુન માસમાં કોર્ટમાં રજુ કરાશેઃ ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટી (DHS)ની ફેડરલ કોર્ટ સમક્ષ સ્‍પષ્‍ટતા

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં H-1B વીઝા ધરાવતા ઇમીગ્રન્‍ટસના H-4 વીઝાધારક જીવનસાથીને ૨૦૧૫ની સાલમાં તત્‍કાલિન પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ કામ કરવાનો અધિકાર આવ્‍યો હતો. જેના આધારે H-4 વીઝા ધરાવતા ૭૦ હજાર જેટલા કર્મચારીઓ અમેરિકામાં છે.જે પૈકી ૯૩ ટકા ભારતના છે જેમાં મોટા ભાગની મહિલાઓ છે.

પરંતુ જયારથી અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું શાસન શરૂ થયુ છે ત્‍યારથી બાય અમેરિકન હાયર અમેરિકન સૂત્રનો અમલ શરૂ કરવાના ચક્રો ગતિમાન કરી દેવાયા છે.જે મુજબ આવા H-4 વર્ક વીઝા ધરાવતા લોકોનો કામ કરવાનો અધિકાર છીનવી લેવા નવી પોલીસ તૈયાર થઇ રહી છે.જે જુન માસમાં હોમલેન્‍ડ સિકયુરીટી ડીપાર્ટમેન્‍ટ સમક્ષ રજુ કરાશે.

જો કે આનો પ્રચંડ વિરોધ સમગ્ર અમેરિકામાં થઇ રહ્યો છે. તાજેતરમાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલના નેતૃત્‍વ હેઠળ ૯૩ ડેમોક્રેટીક તથા રિપબ્‍લીકન કોંગ્રેસમેનએ H-4 વર્ક વીઝા પોલીસી ચાલુ રાખવાના સમર્થનમાં સહીઓ કરી આપેલ છે પરંતુ હજુ સુધી ટ્રમ્‍પ વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઇ ફેરફાર કરાયો નથી. એટલું જ નહિ આ અધિકાર પાછો ખેંચવાનો મુસદો આખરી તૈયારીમાં છે. તેવું ટ્રમ્‍પ વહીવટી તંત્રએ કોર્ટમાં જણાવ્‍યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:52 pm IST)