News of Wednesday, 23rd May 2018
ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર યુવાન શ્રીનિવાસ કુચીભોટલાના હત્યારાને આજીવન કેદઃ ફેબ્રુ ૨૦૧૭માં કન્સાસ મુકામે ગોળીબાર કરી મોત નિપજાવ્યુ હતુ
કન્સાસઃ ‘‘ગેટ આઉટ ફ્રોમ માય કન્ટ્રી'' ઉચ્ચાર સાથે ફેબ્રુ.૨૦૧૭માં યુ.એસ.ના કન્સાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર ૩૨ વર્ષીય શ્રીનિવાસ કુચીભોટલા ઉપર ગોળીબાર કરી હત્યા નિપજાવનાર તથા તેની સાથેના મિત્ર આલોક માદાસાની અને અમેરિકન યુવાન ઇઆન ગ્રિલોટને ઇજા પહોંચાડવાના આરોપી ૫૩ વર્ષીય આદમ યુરીન્ટોનને ૩ કાઉન્ટ હેટ ક્રાઇમ આરોપો સાથે કોર્ટએ ૨૧મે ૨૦૧૮ના રોજ આજીવન કેદની સજા ફરમાવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:11 pm IST)