એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 23rd May 2018

વિદેશોમાં વસતા તબીબો, સંશોધકો, સહિતના નિષ્‍ણાંતો માટે UAEમાં લાલ જાજમઃ સહપરિવાર સ્‍થાયી થવા ૧૦ વર્ષના વીઝા અપાશેઃ

દુબઇઃ યુનાઇટેડ આરબ અમિરાત UAE દ્વારા પોલીસમાં મહત્‍વના ફેરફારો કરી વિદેશી મેડીકલ, સાયન્‍સ, તથા સંશોધન ક્ષેત્રના નિષ્‍ણાંતો માટે ૧૦ વર્ષના વીઝા આપવાનું નક્કી કરી તેમના માટે UAEના દ્વાર ખુલ્લા કરી દીધા છે.

આ નવી વીઝા પોલીસી મુજબ અપાનાર ૧૦ વર્ષ માટેના વીઝા દ્વારા વિદેશી નિષ્‍ણાંતોને પરિવાર સાથે રહેવાની પણ મંજુરી અપાશે સાથોસાથ યુનાઇટેડ સ્‍ટેટ ફોરેન ફર્મને પણ બિઝનેસ શરૂ કરવાની મંજુરી અપાશે. ખાસ કરીને UAEમાં વસતા ૨૮ લાખ જેટલા ભારતીયોને નવી વીઝા પોલીસીથી બહુ મોટો લાભ થવાની શક્‍યતા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:06 pm IST)