એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd May 2018

‘‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...'' યુ.એસ.માં DWF ગુજરાતી સમાજના ઉપક્રમે પતંગોત્‍સવ સાથે પિકનિકનું આયોજન કરાયું: દલાસમાં વસતા ૧૨૦૦ જેટલા ગુજરાતી ભાઇ બહેનોએ પતંગ ઉડાડવાની મોજ સાથે DJ મ્‍યુઝીક,ગરબા, ભાંગડા, તથા ડીનરનો આનંદ માણ્‍યો

DWF  ગુજરાતી સમાજના ઉપક્રમે   તારીખ ૫મી મેં ના રોજ west lack park માં પિકનીકનું અને પતંગોત્સવ નું આયોજન કરેલ... આ માટે બપોરે ૩ વાગે સભ્ય ભાઈ-બહેનો તથા દલાસમાં વસતા ગુજરાતી ભાઈ-બહેનો પોતાના નાના બાળકો અને દીકળીઓ ને લઈને આવેલ...છોકરાઓને પતંગ ચગાવતાં શીખવડતાં હતાં શરુઆતમાં ગુજરાતી સમાજ તરફથી તળબૂચ અને પોપકોન ફ્રી માં વહેંચવામાં આવેલ... આ કાર્યક્રમમાં લગભગ ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો..સૌ ને એક ફીરકી અને 3 પતંગ વ્યાજબી દરે આપવામાં આવેલ.. આ માટે પતંગ અને દોરી ઈન્ડીયા થી મંગાવવામાં આવેલ...સાંજે ૫-૩૦ વાગે સૌને '' ગોપાલ રેસ્ટોરન્ટ '' દ્વારા બનાવેલ ખીચડી,છાસ,બટાકાનું શાક,અઠાણું,મરચા નું સુંદર ડીનર પીરસવામાં આવેલ... અમિત ત્રિવેદીના DJ મ્યુઝીક દ્વારા ગરબા,ભાંગડા અને સંગીત પીરસવામાં આવ્યુ હતું.. ઈન્ડીયા બઝારવાળા આનંદભાઈ પબારી દ્વારા તડબૂચ અને પોપકોન સ્પોન્સર કરવામાં આવ્યા હતા..સૌ એ મન મૂકીને પિકનીક નો આનંદ માણેલ. પ્રમુખશ્રી સંદીપભાઈ પટેલ અને તેમની ટીમતથા ટ્રસ્તીઓ  દ્વારા ખૂબજ જહેમત ઊઠાવેલ.સર્વશ્રી રમણભાઈ પટેલ,સુધીરભાઈ પરીખ,દિલીપ શાહ,આત્મન રાવલ,જતીન પટેલ,તથાકમિટી મેમ્બરોએ ખડે પગે વ્યવસ્થામાં હાજર રહ્યા હતાં... આજના સ્પૉસર ગોપાલ રેસ્ટોરન્ટ ( અક્ષય પટેલ ) ઈન્ડીયા બઝાર,આનંદભાઈ પબારી તથા અમીત ત્રિવેદી,મુકેશ મિસ્ત્રી વગેરેનો સમાજે આભાર માનેલ... તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(9:26 am IST)