એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th April 2019

અમેરિકામાં ર૦ર૦ ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂ઼ટણી લડવા પૂર્વ પ્રેસિડન્ટ જો બિડન પણ હવે મેદાનમાં: વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મહાત કરવા ડેમોક્રેટ પાર્ટી સૌથી વધુ સક્ષમ ઉમેદવાર હોવાનું રાજકિય પંડિતોનુ મંતવ્ય

વોશિંંગ્ટન : અમેરિકાના પુર્વ વાઇસ પ્રેસિડન્ટ ડેમોક્રેટ જો બિડનએ ગઇકાલ રપ એપ્રીલના  રોજ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર  તરીકે ચુંટણી લડવાનું નકકી કર્યુ છે.

ર૦ર૦ ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચુંટણીમાં વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવા અનેક ડેમોક્રેટ અગ્રણીઓ મેદાનમાં છે. જેમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી કમલા હેરીસ તથા એકમાત્ર હિન્દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડનો પણ સમાવેશ થાય છે.

પુર્વ પ્રેસિડન્ટ જો બિડનએ  પણ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી  લડવાનું નકકી કરતા તમામ સમીકરણો બદલાઇ  શકે છે. તેઓ અન્ય ડેમોક્રેટ ઉમેદવારો કરતા વધુ લોકપ્રિય પુરવાર થઇ શકે તેવું માનવામા આવે છે. તેમણે ચુંટણી લડવાનું નકકી કરતા તેમની નેશનલ ફાઇનાન્સ કમિટીમાં  સેવા આપવા ઉત્સુક ઇન્ડિયન અમેરિકન રાજકિય અગ્રણી શ્રી અજય જૈન ભુદોરીયાએ રોમાંચ તથા આનંદની લાગણી વ્યકત કરી છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)