એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th April 2019

મેકિસકો બોર્ડર ઉપરથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા બદલ ર ભારતીયોની ધરપકડ

ન્યુયોર્ક :  મેકિસકો બોર્ડર ઉપરથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા બદલ ર ભારતીયોની ધરપકડ થઇ છે. આ ર ભારતીયોમાં એક શીખ છે.

બોર્ડર ઉપર મુકાયેલી અદ્યતન ટેકનોલોજીના કારણે ફસાઇ ગયેલા આ બંને ભારતીયોએ મદદની માંગણી કરતા તેઓને બચાવી લેવાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ બોર્ડર ઉપરથી અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન ૧૧૩ દેશના નાગરિકોએ કર્યો હતો.

(9:21 pm IST)