એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th April 2019

''થર્ટી અન્ડર થર્ટી '' ફોર્બ્સ મેગેઝીનએ એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી, એજયુકેશન તથા ગેઇમ્સ ક્ષેત્રે બહાર પાડેલી યાદીમાં સ્થાન મેળવતા ૧ ડઝન જેટલા ઇન્ડિયન અમેરિકન યુવક યુવતિઓ

ન્યુયોર્ક : સુપ્રસિદ્ધ મેગેઝીન ફોર્બ્સએ તાજેતરમાં બહાર પાડેલી  થર્ટી અન્ડર થર્ટીની યાદીમાં અનેક ઇન્ડિયન અમેરિકને સ્થાન હાંસલ કર્યુ છે.

અન્ટરપ્રાઇસ ટેક એજયુકેશન તથા ગેઇમ્સ કેટેગરીમાં સ્થાન મેળવનાર ઇન્ડિયન અમેરિકનોમાં એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી કેટેગરીમાં શ્રી શુભમ ગોએલ, શ્રી નિખિલ શ્રી નિવાસન, તથા શ્રી મનુ શર્માએ  સ્થાન મેળવ્યુ છે.

એજયુકેશન કેટેગરીમાં શ્રી સનિકા ચાવડા, સુશ્રી નેહા દલાલ, શ્રી આશુતોષ દેસાઇ, શ્રી અંકુર નાગપાલ, શ્રી શાહ ચૌધરી તથા શ્રી અભિષેક કુમારનો સમાવેશ કરાયો છે.

જયારે ગેઇમ્સ કેટેગરીમાં એરમાત્ર ઇન્ડિયન અમેરિકન સુશ્રી શિલ્પા રાવએ સ્થાન મેળવ્યું છે.

આમ અત્યાર સુધીમાં વિવિધ ક્ષેંત્રે બહાર પાડવામાં આવેલી થર્ટી અન્ડર થર્ટી યાદીમાં કુલ ૩૦ જેટલા ઇન્ડિયન અમેરિકન છે તેવું સમાચાર સુત્ર દ્વારા જાણવા મળે છે.

(9:20 pm IST)