એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th April 2019

મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ જતા વિઝા ધારકોની સંખ્યામાં ઘટાડો કરો : અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને પ્રેસિડન્ટ ટ્રમ્પનો આદેશ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ તથા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને મુદત પુરી થયા પછી રોકાઈ જતા વિઝા ધારકોની સંખ્યામાં ઘટાડો કરવા આદેશ કર્યો છે.આ વિઝા ધારકોમાં બિઝનેસ,ટુરિસ્ટ તેમજ નોન ઇમિગ્રન્ટ સહિતના વિઝા ધારકોનો સમાવેશ થાય છે.જેઓ પોતાના વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ જાય છે.

ટ્રમ્પના આ આદેશની સૌથી વધુ અસર ભારતીયો ઉપર થવાની સંભાવના છે.ટ્રમ્પએ અમેરિકા આવતા લોકો પાસેથી એડમિશન બોન્ડ લેવાની પણ હિમાયત કરી છે.જેથી મુદત પુરી થયે વિઝા ધારકો  તુરંત પરત જવા મજબુર બને.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)