એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 26th March 2020

ઇન્ડિયન અમેરિકન મહિલા 36 વર્ષીય રિતિકા અગ્રવાલ ઉપર પોતાના જ પુત્રની હત્યા કરવાનો આરોપ

ટેક્સાસ : યુ.એસ.માં સુગરલેન્ડ ટેક્સાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન મહિલા 36 વર્ષીય રિતિકા રોહતગી અગ્રવાલ ઉપર ખુદ પોતાના 4 વર્ષીય પુત્રની હત્યા કરવાનો આરોપ લગાવાયો છે.
          પ્રાપ્ત વિગત મુજબ રિત્તિકાનો પતિ ઘેર આવ્યો ત્યારે પોતાના પુત્રના ગળા ઉપર ઘાવના નિશાન તથા ગળાટૂંપો દીધેલી હાલત સાથે મૃતદેહ જોઈને  આઘાત પામ્યો હતો.તથા પોતાની પત્નીને ખુદના કાંડા ઉપર તથા ગરદન ઉપર જાતે લગાવેલા ઘાવના નિશાન જોયા હતા.તેથી તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો.તેથી પ્રાથમિક દ્રષ્ટિએ મહિલા ઉપર પુત્રની હત્યાનો આરોપ લગાવાયો હતો.
          વધુ વિગત મેળવવા માટે તપાસ ચાલી રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:18 pm IST)