એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 26th March 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડને " પબ્લિક હેલ્થ એડવાઈઝરી કમિટી " બનાવી : કોરોના વાઇરસ સામે પ્રજાની સલામતી માટે બનાવાયેલી આ કમિટીમાં ઇન્ડિયન અમેરિકન સર્જન વિવેક મુર્થીને સ્થાન

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને કોવિદ -19 સામે લડવા પબ્લિક હેલ્થ એડવાઈઝરી કમિટી બનાવી છે.જેમાં અમેરિકાના પૂર્વ સર્જન જનરલ ઇન્ડિયન અમેરિકન  વિવેક મુર્થીને સ્થાન આપ્યું છે.
જો બિડનની આ પબ્લિક હેલ્થ એડ્વાઇઝરી કમિટીમાં નિમાયેલા 6 નામાંકિત સર્જનો તથા પૂર્વ સરકારી અધિકારીઓની કમિટીમાં  ઉપરોક્ત ઇન્ડિયન અમેરિકન સર્જનને સ્થાન અપાયું છે.જેઓ કોરોના વાઇરસથી લોકોને બચાવવા માટે આરોગ્ય વિષયક તેમજ સામાજિક પગલાં ભરશે.જેઓનું પ્રાથમિક પ્રાધાન્ય લોકોની સલામતી અને આરોગ્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે ડો.મુર્થી 2014 થી 2017 ની સાલ દરમિયાન અમેરિકાના સર્જન જનરલ તરીકે જવાબદારી સાંભળી ચુક્યા છે.

(5:45 pm IST)