એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 25th March 2020

NRI માટે ટેક્સમાં રાહત આપતા નાણામંત્રી નિર્મલા સિથારામન : ભારતમાં 120 દિવસથી વધુ રોકાયા હોય અને દેશમાંથી 15 લાખ રૂપિયા કરતા વધુ આવક મેળવી હોય તેમણે જ ઇન્કમટેક્સ ભરવાનો રહેશે

ન્યુદિલ્હી : બજેટ સમયે એનઆરઆઈ માટે તેમની કુલ આવકને ધ્યાને લઇ કરાયેલી જોગવાઈઓને કારણે ઉભી થયેલી વિસંગતતા દૂર કરતો નિર્ણય તાજેતરમાં  ભારતના નાણામંત્રી નિર્મલા સિથારામને કર્યો છે.જે મુજબ તેઓની કુલ આવક નહિ પરંતુ ભારતમાંથી મેળવેલી 15 લાખ કરતા વધુ આવક ઉપર જ ટેક્સ ભરવાનો રહેશે
જે એનઆરઆઈ ભારતમાં 120 દિવસ કરતા વધુ અને 182 દિવસ કરતા ઓછું રોકાયા હોય અને દેશમાં વ્યવસાય દ્વારા 15 લાખ રૂપિયા કરતા વધુ આવક મેળવી હોય તેઓએ જ ઇન્કમ ટેક્સ ભરવાનો રહેશે
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર ભારત જ નહીં પણ વિદેશ સ્થિત આવક પણ દયાનમાં લેવાશે તેવો ભય હતો અને અર્થઘટન હતું તે ઉપરોક્ત ચોખવટથી એનઆરઆઈ માટે રાહતરૂપ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:16 pm IST)