News of Tuesday, 24th March 2020
એશિયન અમેરિકન પ્રજાજનોને રક્ષણ આપો : કોરાના વાઇરસના ફેલાવા માટે તેઓ દોષિત નથી : કોરોનાને ચાઈનીઝ વાઇરસ કહ્યા પછી ટ્રમ્પનો પલટવાર
વોશિંગટન : હજુ ગયા સપ્તાહે કોરોના વાઇરસને ચાઈનીઝ વાઇરસ ગણાવ્યા બાદ તેનાથી વર્ગ વિગ્રહ ફેલાવાના ડરને ધ્યાને લઇ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ એશિયન અમેરિકન લોકોને રક્ષણ આપવા અનુરોધ કર્યો છે.
ગઈકાલે ટિવટર ઉપર તેમણે જણાવ્યું હતું કે આપણે સહુએ સાથે મળી કોરોના વાઇરસ સામે લડત ચલાવવાની છે.
(12:41 pm IST)