એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st March 2020

જંગી બહુમતી સાથે ઈલિનોઈસ પ્રાઈમરી ચૂંટણીમાં વિજેતા બનતા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ શ્રી રાજા ક્રિષ્નામૂર્થી : સતત ત્રીજી વખત હાઉસમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળશે

ઈલિનોઈસ : ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ સાંસદ શ્રી રાજા ક્રિષ્નામૂર્થી ઇલિનોઇસમાં યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે.તેમણે 80 ટકા મતો મેળવ્યા હતા જયારે તેમના પ્રતિસ્પર્ધી માંડ 13 ટકા મતો મેળવી શકતા નવેમ્બર માસમાં યોજાનારી આખરી ચૂંટણીમાં વિજેતા બની હાઉસમાં સતત ત્રીજી વખત પ્રતિનિધિત્વ કરવાનો મોકો મેળવશે તેવું જાણવા મળે છે.

(11:59 am IST)