News of Tuesday, 26th March 2019
અમેરિકાની સ્પોટર્સ ગુડસ બનાવતી કંપનીએ ભગવાન ગણેશની છાપવાળી યોગા મેટસ બનાવીઃ યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડએ વિરોધ નોંધાવતા ઉત્પાદન પાછુ ખેંચી માફી માંગી
નેવાડાઃ યુ.એસ.ના સિટલેમાં આવેલી સ્પોર્ટસ ગુડસ બનાવતી કંપની રિક્રીએશ્નલ ઇકવીપમેન્ટ ઇન્ક (REI) એ યોગા માટે વપરાતી સાદડી અથવા ટુવાલ ઉપર હિન્દુઓના આરાધ્ય દેવ ગણેશની છાપ દૂર કરી હિન્દુઓની લાગણી દુભાવવા બદલ માફી માંગી છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ નેવાડા સ્થિત શ્રી રાજન ઝેડએ હિન્દુઓની લાગણી દુભાવતા આવા ઉત્પાદન તરફ ધ્યાન દોરનારાઓનો આભાર માન્યો છે. તથા ઉત્પાદન પાછુ ખેંચી લઇ માફી માંગવા બદલ ય્ચ્ત્નો પણ આભાર માન્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:46 pm IST)