એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 26th March 2019

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યવસાયમાં ૫૦૦ બિલીયન ડોલરનો વધારો થશેઃ USISB પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિશા બિસ્વાલનો આશાવાદ

કેલિફોર્નિયાઃ ભારત તથા અમેરિકના વચ્ચે ચીજ વસ્તુઓની આયાત નિકાલ હાલમાં ૧૨૦ બિલીયન ડોલર છે. જે નજીકના સમયમાં જ ૫૦૦ બિલીયન ડોલર જેટલી વધી જશે. બંને દેશો વચ્ચેના વ્યાવસાયિક સંબંધોના ખૂબ વિકાસ સાથે બંને દેશોમાં સમૃધ્ધિ વધશે તેવું તાજેતરમાં ૧૮ માર્ચના રોજ લેવાયેલા એક ઇન્ટરવ્યુમાં ''યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સીલ (USIBC)ના પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિશા બિસ્વાલએ જણાવ્યું છે.

સુશ્રી નિશા આ અગાઉ પ્રેસિડનટ બરાક ઓબામાના કાર્યકામ દરમિયાન આસી.સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા અફેર્સન તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે તથા તેઓ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ આશાવાદી છે તેવું એઇટફોલ્ડ પ્રેસિડન્ટ શ્રી કમલ આ હલુવાલિયા સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું.

 

(8:09 pm IST)