News of Monday, 26th February 2018
‘‘ચર્ચિલ સ્કોલર્સ'': કેમ્બ્રિજ યુનિવર્સિટીની ચર્ચિલ કોલેજમાં માસ્ટર ડીગ્રી અભ્યાસ માટે અપાતી સ્કોલરશીપઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા સ્કોલર્સમાં ૬ ઇન્ડિયન/એશિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું
કેલિફોર્નિયાઃ યુ.એસ.ના વિન્સ્ટન ચર્ચિલ ફાઉન્ડેશન દ્વારા ૨૦૧૮-૧૯ની સાલ માટે પસંદ કરાયેલા ચર્ચિલ સ્કોલર્સ તરીકે ૬ ઇન્ડિયન/સાઉથ અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન હાંસલ કર્યુ છે.
સામન્સ, મેથેમેટીકલ, એન્જીનીયરીંગ ક્ષેત્રે એક વર્ષની માસ્ટર ડીગ્રી માટે પસંદ કરાતા આ સ્કોલર્સને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની ચર્ચિલ કોલેજમાં અભ્યાસ માટે ટયુશન ફી, સ્ટાઇફન્ડ, પ્રવાસ ખર્ચ તેમજ સંશોધન માટે ૨૦૦૦ ડોલરની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે.
આ માટે પસંદ થયેલા ૬ ઇન્ડિયન અમેરિકન/એશિયન અમેરિકન સ્ટુડન્ટસમાં અશ્વિની ક્રિશ્નન, ઐヘર્યા નેને, વિક્રમ સુંદર, અન્ના થોમસ, જોસેફ કન્નાર્કટ તથા યુસુફ ખાનનો સમાવેશ થાય છે.
(9:37 pm IST)