એન. આર. આઈ. સમાચાર
News of Monday, 26th February 2018

કેનેડાના રાજકારણને ધાર્મિક કટ્ટરતા સાથે કોઇ સંબંધ નથીઃ ભારતની મુલાકાત સમયે પ્રાઇમ મિનીસ્‍ટર જસ્‍ટીન ટ્રુડો સાથે આવેલા ઇન્‍ડો કેનેડીયન પૂર્વ મહિલા MP સુશ્રી રૂબી ધલ્લાની સ્‍પષ્‍ટતાઃ ખાલિસ્‍તાન મુદે અમુક શીખો દ્વારા ચલાવાતી ચળવળ બદલ નારાજગી વ્‍યકત કરી

ન્‍યુદિલ્‍હીઃ કેનેડાના રાજકારણને ધાર્મિક કટ્ટરતા સાથે કોઇ સંબંધ નથી અમુક શીખો દ્વારા ભારતમાં ખાલિસ્‍તાન મુદે ચલાવતી ચળવળ અંગે ચોખવટ કરતા કેનેડાના પૂર્વ મહિલા શીખ એમ.પી.સુશ્રી રૂબી ધલ્લાએ જણાવ્‍યું હતું કે કેનેડામાં વસતા બધા શીખોને આ બાબત સાથે જોડી શકાય નહી થોડા ઘણા શીખો આ કટ્ટરતા સાથે જોડાયેલા હોઇ શકે છે. પરંતુ કેનેડાના પ્રાઇમ મિનીસ્‍ટર જસ્‍ટીન ટ્રુડોની ભારતની મુલાકાત વખતે આ બાબતને ધ્‍યાનમાં રાખવામાં આવી તે કમનસીબી છે તેવું તેમણે જણાવ્‍યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે કેનેડામાં વસતા શીખો યુનાઇટેડ ઇન્‍ડિયામાં માને છે સુશ્રી રૂબી કેનેડીયન હાઉસ ઓફ કોમન્‍સમાં સ્‍થાન મેળવનાર સૌપ્રથમ શીખ મહિલા છે. જેઓ જસ્‍ટીન ટ્રુડોની ભારત મુલાકાત સમયે તેમની સાથે હતા તથા બંને દેશો વચ્‍ચેના સંબંધો ગાઢ બનાવવાના હિમાયતી છે.

(9:34 pm IST)