એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 26th January 2021

ઇન્ડિયન અમેરિકન પબ્લિક હેલ્થ એક્સપર્ટ સુશ્રી પ્રિયા ભટ્ટે કેલિફોર્નિયા સ્ટેટ સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવી : કાર્લ્સબડ સીટીના સૌથી ઓછી ઉંમરના કાંઉસીલર તરીકેનો વિક્રમ ધરાવતા સુશ્રી ભટ્ટ સાક્રામેન્ટોનું પ્રતિનિધિત્વ કરવા આતુર

કેલિફોર્નિયા : યુ.એસ.ના કાર્લ્સબડ સીટીના સૌથી ઓછી ઉંમરના  કાંઉસીલર તરીકેનો વિક્રમ ધરાવતા  ઇન્ડિયન અમેરિકન પબ્લિક  હેલ્થ એક્સપર્ટ સુશ્રી પ્રિયા ભટ્ટે સ્ટેટ સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
તેઓ કેલિફોર્નિયાના 36 મા સ્ટેટ સેનેટ ડિસ્ટ્રીક્ટમાંથી સાક્રામેન્ટોનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે.

તેમણે કોવિદ -19 સંજોગો વચ્ચે લોકોની સેવા માટે માસ્ક ,સોશિઅલ ડિસ્ટન્સ ,સહિતની બાબતોને પ્રાધાન્ય આપતી સેવાઓ કરી છે.તેમના મતે વર્તમાન સંજોગોમાં વિજ્ઞાનની અવગણના કરનાર લોકોની જગ્યાએ કોરોના વાઇરસને હટાવવા કટિબદ્ધ લોકોને ચૂંટી કાઢવા જરૂરી છે.તેમણે બાળકોમાં રહેલી મેદસ્વીતા દૂર કરાવવા તેમજ હેલ્થકેર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલું છે.

તેઓ સાઉધર્ન કેલિફોર્નિયા યુનિવર્સટીની પબ્લિક હેલ્થ વિષય સાથેની માસ્ટર ડિગ્રી ધરાવે છે.જેનો ઉપયોગ તેઓ પબ્લિકની સેવા માટે કરવાની ખ્વાઈશ ધરાવે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)