એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd December 2020

સાંઇરામ દવેનું જાજરમાન સન્માનઃ એવોર્ડ એનાયત

અમેરીકામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ચાલતુ વૈશ્વીક આર્ગેનાઇઝેશન વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન- અમેરીકા દ્વારા

રાજકોટઃ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન અમેરિકાએ પ્રસિદ્ઘ હાસ્યકાર અને લોકસાહિત્ય કાર સાંઈરામ દવેને વિશિષ્ઠ પ્રતિભા સન્માન બદલ એવોર્ડ એનાયત કર્યો હતો.

 છેલ્લા ૨૩ વર્ષથી હાસ્ય અને લોકસાહિત્યની તેમની સેવાઓ તેમજ ૧૫ જેટલા પુસ્તકો અને કોરોનાના આ કપરા કાળમાં લોકોને વર્ચ્યુલ વર્લ્ડ દ્વારા ખુશ રાખવા બદલ આ એવોર્ડ અપાયો હતો, અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ચાલતું આ એક વૈશ્વિક ઓર્ગેનાઈઝેશન છે.

જેના સથાપક મિહિરભાઈ બ્રહ્મભટ્ટ - ન્યુજર્સી સ્થિત છે. આ એવોર્ડ ફંકશનમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સરડવા  , શાસનાધિકારી શ્રી કિરીટસિંહ, શિક્ષણ વિદ નૈષધ મકવાણા તથા ભરૂચ થી સંગીતાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

સાંઈરામ દવેને ગુજરાત સરકારે ૨૦૦૭માં ૩૨ વર્ષની ઉમરે 'ગુજરાત ગૌરવ પુરસ્કાર' થી નવાજેલ છે. ત્યાર બાદ રાજયપાલ દ્વારા 'ગ્લોરી ઓફ ગુજરાત' અને 'ઝવેલ ઓફ ગુજરાત'  એવોર્ડ પણ મળેલો છે. યુવા વર્ગમાં બહોળો ચાહક વર્ગ ધરાવતા સાંઈરામ દવે ગુજરાતી ડાયરાનું ઘરેણું છે. (સાંઇરામ દવે મો.૯૯૨૪૮ ૧૮૯૫૦)

(10:24 am IST)