News of Wednesday, 25th December 2019
ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી રાજા ચારી ને અવકાશયાત્રી તરીકે NASA ની માન્યતા : બે વર્ષની સઘન ટ્રેનિંગ પૂર્ણ કરી : હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપરાંત ચંદ્ર મિશન તેમજ મંગલ મિશનમાં અવકાશયાત્રી તરીકે જોડાઈ શકશે
વોશિંગટન : અવકાશ ક્ષેત્રે કાર્યરત અમેરિકાની NASA એ ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી રાજા ચારી ને અવકાશયાત્રી તરીકે માન્યતા આપી છે.શ્રી રાજા સાથેના અન્ય આ માટેના ગ્રેજ્યુએટ ફેલોને 10 જાન્યુઆરીના રોજ સન્માનિત કરાશે .આ યુવાનો હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપરાંત ચંદ્ર મિશન તેમજ મંગલ મિશનમાં અવકાશયાત્રી તરીકે જોડાઈ શકશે
જ્હોન સ્પેસ સેન્ટર ખાતે બે વર્ષની સઘન તાલીમ બાદ શ્રી રાજા સહિતના યુવાનો ઉપરોક્ત મિશનમાં જોડાવા સદભાગી બની શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:11 pm IST)