એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 24th October 2020

ચાર દેશોનો સમૂહ એ કોઈ ગઠબંધન નથી પણ નિયમ આધારિત વ્યવસ્થા છે : ભારત ,અમેરિકા ,ઓસ્ટ્રેલિયા ,અને જાપાન સહીત ચારે દેશો ચીનની આક્રમકતા સામે સંગઠિત થયા છે : અમેરિકાના અધિકારીની સ્પષ્ટતા

વોશિંગટન : પ્રશાંત મહાસાગરમાં ચીનની આક્રમક્તાને ખાળવા માટે ભારત ,અમેરિકા ,ઓસ્ટ્રેલિયા ,તથા જાપાન સંગઠિત થયા છે.જે બદલ ચીને  ટીકા કરતા અમેરિકાના અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ચારે દેશોનો  સમૂહ એ કોઈ ગઠબંધન નથી  પણ નિયમ આધારિત વ્યવસ્થા છે  જેની લાંબા સમયથી જરૂર હતી.
આ બાબતે ચર્ચા કરવા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ ,તથા રક્ષા મંત્રી માર્ક એસ્પર ભારત આવી રહ્યા છે જેઓ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે.

(6:10 pm IST)