ઇન્ડિયન અમેરિકન મહિલા ઉપર વંશીય હુમલો કરનાર આરોપીને 20 વર્ષ સુધી મેન્ટલ હોસ્પિટલમાં રાખવાનો કોર્ટનો હુકમ : મોટેલ માલિક મહિલા ઉપર 2019 ની સાલમાં વંશીય હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી : ઓરેગનમાં આ પ્રકારની સજા ફરમાવાઈ હોય તેવો પ્રથમ દાખલો
ઓરેગન : 2019 ની સાલમાં ઇન્ડિયન અમેરિકન મોટેલિયાર મહિલા 70 વર્ષીય સુશ્રી મીના પુરી ઉપર વંશીય હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડનાર આરોપી ને નામદાર કોર્ટએ 20 વર્ષ સુધી મેન્ટલ હોસ્પિટલમાં રાખવાનો હુકમ કર્યો છે.આ પ્રકારની સજા ફરમાવાઈ હોય તેવો ઓરેગનમાં સૌપ્રથમ દાખલો છે.
પ્રાપ્ત વિગત મુજબ 31 ડિસેમ્બર 2019 ના રોજ આરોપી જે હબ હોટેલમાં ઉતાર્યો હતો તેની સહમાલિક સુશ્રી મીના પુરી પાસે તે ઓફિસમાંથી ફોન કરવા માટે ગયો હતો.પરંતુ સુશ્રી મીનાએ ઓફિસના ફોનનો ઉપયોગ કરવાની ના પાડી હતી.જનોએ પરિણામે ગિન્નાયેલા આરોપીએ મહિલાને પકડી નીચે પછાડી તેના ઉપર પ્રહારો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ઉલટ તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી માનસિક રીતે અસ્વસ્થ જણાવાથી તેને ઉપરોક્ત સજા ફરમાઈ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.