એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 22nd October 2020

કોવિદ -19 : યુ.કે.માં ભારતીયો સહિતની લઘુમતી કોમ ઉપર કોવિદ -19 ની અસર વિષેનો રિપોર્ટ હાઉસ ઓફ કોમન્સમાં મુકાયો : ભારતીય મૂળના તેમજ લઘુમતી કોમના અશ્વેત પ્રજાજનો આ વ્યાધિનો વધુ ભોગ બન્યા હોવાનો અહેવાલ

લંડન : કોવિદ -19 : યુ.કે.માં ભારતીયો સહિતની લઘુમતી કોમ ઉપર કોવિદ -19 ની અસર વિશેનો રિપોર્ટ હાઉસ ઓફ કોમન્સમાં મુકાયો હતો.જેમાં શરૂઆતના તબક્કે પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન સહિતના અગ્રણીઓ સંક્રમિત થયા હોવાની સાથે ત્યાર પછીના ગાળામાં  ભારતીય મૂળના તેમજ લઘુમતી કોમના અશ્વેત પ્રજાજનો આ વ્યાધિનો વધુ ભોગ બન્યા હોવાનું જણાવાયું હતું.
ખાસ કરીને મોટી ઉંમરના ભારતીય મૂળના તથા અશ્વેત લઘુમતી  સીનીઅર સીટીઝનો કોરોના વાઇરસથી વધુ સંક્રમિત થયા હોવાનું ડેથ સર્ટિફિકેટના ડેટાના આધારે જણાવાયું હતું.તેથી તેઓને હાયર રિસ્ક કેટેગરીમાં મુકવામાં આવ્યા હતા.તથા તમામ નાગરિકોને કોરોના સામેની લડાઈમાં સમાન રક્ષણ મળે તે માટેના સરકાર દ્વારા પ્રયત્નો કરાયા હતા.તેવું પાર્લામેન્ટમાં જણાવાયું હતું.

(7:02 pm IST)