એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 22nd October 2020

ગુજરાતી અમેરિકન ડીસ્ટ્રીકટ જજ શ્રી અમિત મહેતા ના ટેબલ ઉપર ગુગલ વિરુદ્ધનો કેસ મુકાયો : કોલંબિયા ડીસ્ટ્રીકટ જજ શ્રી અમિત મહેતા સમક્ષ ગ્લોબલ કંપની ગુગલ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસનો ન્યાય તોળવાની જવાબદારી

વોશિંગટન :  યુ.એસ.ના 11 રાજ્યોના એટર્ની જનરલે કોલંબિયા ડીસ્ટ્રીકટ માટે ગુગલ વિરુદ્ધ અવિશ્વાસનો દાવો દાખલ કર્યો છે.જેમાં જણાવાયા મુજબ ગૂગલે ઓનલાઇન સર્ચ તેમજ જાહેરાતોમાં પોતાના વર્ચસ્વનો ઉપયોગ પ્રતિસ્પર્ધીઓને દૂર કરવા માટે કર્યો છે.
આ મુકદમાનો ન્યાય તોળવાની જવાબદારી ગુજરાતી અમેરિકન ન્યાયધીશ શ્રી અમિત મહેતાના શિરે આવી છે.જે અમેરિકન પ્રજાજનોનો ગુજરાતી ન્યાયધીશ ઉપરના  વિશ્વાસની પ્રતીતિ કરાવનારી ઘટના છે.
અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ગુજરાતી અમેરિકન શ્રી અમિત મહેતાની કોલંબિયા ડીસ્ટ્રીકટ જજ તરીકે 2014 ની સાલમાં નિમણુંક કરી હતી. ભારતના ગુજરાતમાં જન્મેલા શ્રી મહેતાએ 1993 ની સાલમાં જ્યોર્જ ટાઉન વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.તથા યુનિવર્સીટી ઓફ વર્જિનિયાની લો સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે.

(6:45 pm IST)