એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st October 2020

હિન્દુઓનું ફરજીયાત ધર્માન્તર થઇ રહ્યું છે : પાકિસ્તાન સંસદીય સમિતિની કબૂલાત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓનું ફરજીયાત ધર્માન્તર કરાવાઈ રહ્યું હોવાની ફરિયાદને ધ્યાને લઇ તપાસ કરવા માટે નિમાયેલી સંસદીય કમિટીએ તેના અહેવાલમાં  આ હકીકતને સમર્થન આપ્યું છે.

આ સમિતિએ દેશમાં લઘુમતી કોમને ધર્માન્તર કરવા મજબુર બનાવાઈ રહી હોવાની વાતને પુષ્ટિ આપી હતી.તથા જણાવ્યું હતું કે આર્થિક લાભ માટે કરાયેલું ધર્મ પરિવર્તન ફરજીયાત ધર્મ પરિવર્તનની વ્યાખ્યામાં આવતું નથી.પરંતુ મજબૂરીથી કરવા પડેલા ધર્મ પરિવર્તનને ફરજિયાતની વ્યાખ્યામાં ગણવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છાશવારે હિન્દૂ સહીત લઘુમતી કોમની  યુવતીઓના અપહરણ અને શાદી તથા ધર્મપરિવર્તનના બનાવોએ માઝા મૂકી દીધી હોવાથી તે અંગે તપાસ કરી સાચી હકીકત જાણવા ઉપરોક્ત સંસદીય કમિટીની રચના કરવામાં આવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)