એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 20th October 2020

એર હોસ્ટેસની છેડતી કરવા બદલ સિંગાપોર સ્થિત ભારતીય મૂળના નાગરિકને 4 માસની જેલ

સિંગાપોર : કોચીથી સિંગાપોર જતી ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી કરવાના આરોપસર ભારતીય મૂળના 40 વર્ષીય નાગરિક વિજયન મંથન ગોપાલને સિંગાપોર કોર્ટએ 4 માસની જેલસજા ફરમાવી છે.
2017 ની સાલમાં બનેલી ઘટના અંગે કોર્ટએ ફરમાવેલી સજા વિરુદ્ધ  વિજયને અપીલ કરી હતી.પરંતુ નામદાર જજે તેની અપીલ રદ કરી સજા યથાવત રાખી હતી.
ઉલ્લેખનીય છે કે ફ્લાઈટમાં  નબળી સેવાઓના કારણે ભારતીય મૂળના નાગરિકે મહિલા કર્મચારી સાથે ઉદ્ધત અને છેડતી સમાન  વર્તન કર્યું હતું .તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)