એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 25th June 2019

અમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ શિકાગોના ઉપક્રમે વાર્ષિક પિકનિક યોજાઈ : 400 ઉપરાંત ગુજ્જુ યુવા સમૂહ તથા સિનિઅરો જોડાયા

ન્યુયોર્ક : શિકાગો નજીક આવેલ NED BROWN PRESERVE (બસી વુડ) એલ્ગ્રોવ વિલેજ માં ગુજરાતી સમાજ ઓફ શિકાગોએ  વાર્ષિક પીકનીક નું આયોજન કરવામાં કરવામાં આવેલ. તેમાં ૪૦૦ જેટલા કિશોર કીશોરીયોએ તેમજ નવયુવાનો અને યુવતીઓએ તેમજ સીનીયર ભાઈ બહેનોએ હાજરી આપેલ હતી. સમર પીક્નીક ની શરુઆતમાં સંસ્થાના પ્રમુખ શ્રી ધીતું ભગવાકરે સૌ સભ્યોને આવકાર આપ્યો હતો અને સમર પીક્નીકમાં આવવા તેમજ ભાગ લેવા બદલ સૌને અભિનંદન આપ્યા હતા. બરોબર ૧૧:૩૦ વાગે થી વાગ્યા સુધી લંચ રાખવામાં આવેલ જેમાં દાળવડા, ગોટા, લાલ તથા ગ્રીન ચટણી, ચા, સેવ ઉસળ ,પાસ્તા, ચિપ્સ અને સાલશા, નાચો ચીઝ આપવામાં આવેલ. દરમિયાન નાના તેમજ મોટા તેમજ સીનીયર ભાઈ બહેનો માટે લીંબુ ચમચા, કોથળા દોડ, વોલીબોલ, દોરડા ખેચ, તેમજ વોટર બલુન રમતગમત નું આયોજન કરવામાં આવેલ. બપોરના :૩૦ વાગે સ્નેકમાં આઈસ્ક્રીમ, પોપસીકલ, તડબુચ નું આયોજન કરવામાં આવેલ. દરમિયાન વાગ્યાથી વાગ્યાસુધી  સંસ્થાના સેક્રેટરી ભાવેશ શાહે BINGO ગેમ નું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ સૌ જીતનાર  ઉમેદવારોને સ્પોન્સરો દ્વારા ઇનામો આપવામાં આવેલ. સાંજના બરોબર વાગે જોરદાર મુશળધાર વરસાદ હોવા છતાં ગુજરાતી સમાજ ઓફ શિકાગોના સભ્યોની કસોટી થઇ શેડ નાનો હોવા છતાંય સહુની ધીરજ થી કોઇપણ જાતની મુશ્કેલી વગર બધાએ ડીનર લીધું. ડીનરમાં સૌએ બાદશાહી ખીચડી, કઢી, બટાકાનું શાક, પૂરી,ગુલાબજાંબુ સૌએ લીધા.

     અંતમાં સંસ્થાના પ્રમુખ શ્રી ધીતું ભગવાકરે સૌ સ્પોન્સરો 'કર ફોર સૌલ, ન્યુયોર્ક લાઈફ ના જયશ્રી ઠકર, અસોસિયેટ બર્ક સાયર હત્વે વિશાલ અન્તીયા તથા સાઈ સેફ્રોનના જીગર પરીખનો મધુર ફૂડ સપ્લાય માટે આભાર માનેલ.

 

તેવું ફોટો અને માહિતી શ્રી જયંતી ઓઝા શિકાગો દ્વારા જાણવા મળે છે.

 

(6:26 pm IST)