News of Monday, 25th June 2018
''અતુલ્ય ભારત'' : અમેરિકાના ૪ શહેરોમાં ૧૮ થી ૨૨ જુન દરમિયાન યોજાઇ ગયેલો રોડ શો : ભારતની હેરિટેજ ઇમારતોનું ડીજીટલ માધ્યમથી નિદર્શન કરાવી અમેરિકન પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ
હયુસ્ટન : ભારતના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા તથા અમેરિકાના પ્રવાસીઓને ભારતમાં આકર્ષવા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકામાં ''અતુલ્ય ભારત'' રોડ શો નું આયોજન કરાયુ હતું.
અમેરિકાના ૪ શહેરો ન્યુયોર્ક, હયુસ્ટન, શિકાગો તથા સેન્ટ લુઇસમાં ૧૮ જુનથી ૨૨ જુન ૨૦૧૮ દરમિયાન યોજાવામાં આવેલા આ રોડ શોમાં ડીજીટલ માધ્યમથી ભારતના પ્રાચીન તથા ભવ્ય પ્રવાસ સ્થળોનું નિદર્શન કરાવાયું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:12 pm IST)