એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 25th May 2019

૨૦૨૦ની સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી વિજયી બનાવજોઃ રિપબ્લીકન નેશનલ કમિટીના ઉપક્રમે મિચીગન તથા ઓહિયોમાં યોજાઇ ગયેલો એકટીવિસ્ટ ટ્રેનીંગ પ્રોગ્રામઃ ઇન્ડિયન અમેરિકન સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ શ્રી નિરજ અંતાણીનું માર્ગદર્શન

મિચીગનઃ યુ.એસ.માં રિપબ્લીકન નેશનલ કમિટીના ઉપક્રમે તાજેતરમાં મિચીગન તથા ઓરિયો મુકામે એકિટવીસ્ટ ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ઓહિયો સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ ઇન્ડિયન અમેરિકન શ્રી નિરજ અંતાણીએ માર્ગદર્શન આપ્યુ હતું.

એશિઅન પેસિફીક અમેરિકન હેરીટેજ મંથની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ફેકલ્ટી મેમ્બર્સએ આગામી ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના રિપબ્લીકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી ચૂંટી કાઢવા તથા રિપબ્લીકન પાર્ટીને બહુમતિ અપાવવા મિચીગન તથા ઓહિયોના મતદારોને અપીલ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઓહિયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં શ્રી નિરજ અંતાણી એકમાત્ર એશિઅન અમેરિકન પ્રતિનિધિ છે.

(8:45 pm IST)