એન. આર. આઈ. સમાચાર
News of Friday, 25th May 2018

યુ.એસ.ની ‘‘સોસાયટી ફોર ઓટોમેટીવ એન્‍જીનીયર્સ (SAE)'' ફેલો તરીકે ઇન્‍ડિયન અમેરિકન ડો.રવિ ત્‍યાગરાજનની પસંદગીઃ રોડ ઉપર ચાલતા વાહનોની ડીઝાઇન, મજબુતાઇ, સલામતિ, તથા ઓછા વજન સહિતની બાબતે સંશોધનો બદલ કરાયેલી કદર

વોશીંગ્‍ટનઃ યુ.એસ.ની સોસાયટી ઓફ ઓટોમેટીવ એન્‍જીનીયર્સ ફેલો તરીકે પસંદ કરાયેલા ૪ સંશોધકોમાં ઇન્‍ડિયન અમેરિકન ડો.રવિ ત્‍યાગરાજનએ સ્‍થાન મેળવ્‍યું છે.

રોડ ઉપર ચાલતા વાહનોની ડીઝાઇન, મજબુતાઇ,સલામતિ તેમજ ઓછા વજન સહિતની બાબતે સંશોધનો રજુ કરનાર ઇન્‍ડિયન અમેરિકન ડો.રવિ યુ.એસ.આર્મી ટેન્‍ક ઓટોમેટીવ રિસર્ચ ડેવલપમેન્‍ટ એન્‍ડ એન્‍જીનીઅરીંગ સેન્‍ટરમાં સિનીયર ટેકનીકલ એક્ષપર્ટ તરીકે છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત છે તેઓ ભારતની આઇ.આઇ.ટી. મદ્રાસના ગ્રેજ્‍યુએટ છે.

(9:55 pm IST)