એન. આર. આઈ. સમાચાર
News of Monday, 25th March 2019

કેનેડા સ્થિત ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવર જસકિરત સિધ્ધુને 8 વર્ષની જેલ : 6 એપ્રિલ 2018 ના રોજ એક પેસેન્જર બસને અડફેટે લઇ લેતા તેમાં મુસાફરી કરી રહેલા જુનિયર ફુટબોલ ટીમના 16 ખેલાડીઓના મોત નિપજયા હતા

ઓટાવા : કેનેડામાં બેદરકારી ભર્યું ડ્રાયવિંગ કરી 16 લોકોના મોત નિપજાવવાના આરોપસર ભારતીય મૂળના 30 વર્ષીય જસકિરત સિધ્ધુને 8 વર્ષની જેલ સજા થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.6 એપ્રિલ 2018 ના રોજ તેણે એક પેસેન્જર બસને અડફેટે લઇ લેતા તેમાં મુસાફરી કરી રહેલા જુનિયર  ફુટબોલ ટીમના 16 ખેલાડીઓના કરૂણ મોત થયા હતા.તથા 13 ખેલાડીઓને ઈજાઓ થઇ હતી. જાન્યુઆરી માસમાં તેણે પોતાના ઉપરના આરોપો કબૂલ કરી લેતા ઉપરોક્ત સજા ફરમાવાઈ છે.

(12:23 pm IST)