એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 25th February 2018

ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર સ્‍વ.શ્રીનિવાસ કુચીભોટલાની પ્રથમ પૂણ્‍યતિથિ રર ફેબ્રુ.એ કોમ્‍યુનીટીમાં ફેલાયેલુ ઉદાસીનું મોજુઃ આગામી ૯ માર્ચના રોજ સ્‍વ.કુચીભોટલાની ૩૩મી જન્‍મજંતિએ ‘મેમોરીઅલ પિસ વોક' યોજાશે

કન્‍સાસઃ અમેરિકાના કન્‍સાસમાં રર ફેબ્રુ. ૨૦૧૭ના રોજ હેટ ક્રાઇમનો ભોગ બનેલા ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચી ભોટલાના અવસાનને ૧ વર્ષ પુરૂ થયુ છે. આ તકે તમામ કોમ્‍યુનીટી મેમ્‍બર્સમાં ઉદાસીનું મોજુ ફરી વળ્‍યુ છે. તેની હત્‍યાનો આરોપી હજુ સુધી કાયદાકીય લડત આપી રહ્યો હોવાથી ચૂકાદો આવવાનો બાકી છે.

ઉલ્લેખનીય છે કે સ્‍વ.કુચીભોટલા ઉપર નિવૃત આર્મીમેનએ ગોળીબાર કરી વતનમાં પાછા જતા રહેવાનું કહ્યુ હતુ. આ સમયે તેની સાથે રહેલા સહકર્મચારી આલોક માદાસાનીને પણ ઇજા થઇ હતી. તેમજ કુચીભોટલાનો જાન બચાવવા વચ્‍ચે પડેલા ઇઆન ગ્રિલોટ નામક અમેરિકન યુવાનને પણ ગંભીર ઇજા થઇ હતી.

કન્‍સાસમાં વસતા કોમ્‍યુનીટી મેમ્‍બર્સએ આગામી ૯ માર્ચના રોજ સ્‍વ.કુચીભોટલાની ૩૩મી જન્‍મ જયંતિએ મેમોરીઅલ પિસ વોકનું આયોજન કર્યુ છે તથા ૧૨ માર્ચના રોજ ઇન્‍ડિયન અમેરિકન એપ્રિસીએશન ડે ઉજવાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:36 pm IST)