એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th November 2020

કેલિફોર્નિયાના સૂટર કાઉન્ટીમાં સુપરવાઈઝર તરીકે ઇન્ડિયન અમેરિકન ખેડૂત શ્રી કર્મ બેઈન્સ વિજેતા : 61 ટકા મતો મેળવી આસાન વિજય હાંસલ કર્યો

કેલિફોર્નિયા : નોર્ધર્ન  કેલિફોર્નિયાના સૂટર કાઉન્ટીમાં 4 થા ડિસ્ટ્રીક્ટમાંથી સુપરવાઈઝર તરીકેની બેઠક ઉપર ઇન્ડિયન અમેરિકન ખેડૂત શ્રી કર્મ બેઈન્સ વિજેતા થયા છે.

તેમણે આ  બેઠક ઉપર 61 ટકા એટલેકે 5242  મતો મેળવી આસાન વિજય હાંસલ કરી લીધો હતો.જયારે તેમના નજીકના હરીફ 39 ટકા એટલેકે 3380 મતો મેળવ્યા હતા.

શ્રી કર્મ કોવિદ -19 કહેરમાંથી લોકોને મુક્ત કરાવવા માટે શટડાઉન , ઘરવિહોણા લોકો માટે આશ્રય ,બેરોજગારોને નોકરી ,ઇન્ફાસ્ટ્રકચર ,તથા તમામ કોમ્યુનિટીને સમાન હક્કો માટે કામ કરવા માંગે છે તેમ જણાવ્યું હતું.

(7:49 pm IST)