એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 20th September 2020

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન થયું છે.તેમની અંતિમક્રિયામાં શામેલ થવા શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા બે સપ્તાહ માટે વડોદરા જવા રવાના થયા છે.
સદગતના પરમ પવિત્ર આત્માની શાંતિ માટે પટેલ પ્રગતિ મંડળના શ્રી વીરુ પટેલ તથા શ્રીમતી નયનાબેન પટેલ તથા પરિવારે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી છે.તથા પરિવાર જનોને દિલાસો પાઠવ્યો છે.
        ગુજરાતના વસોમાં 25 જુલાઈ 1932 ના રોજ  જન્મેલા શ્રી કનુભાઈનું વડોદરા મુકામે 15 સપ્ટેમ્બર 2020 ના રોજ દુઃખદ અવસાન થયું છે.તેઓ તેમના પત્ની શ્રીમતી શાંતાબેન કનુભાઈ શાહ ,શ્રી કલ્પેન કે.શાહ ,સુશ્રી મીના કે.શાહ ,શ્રી ગૌરાંગ કે.શાહ ,સુશ્રી મીતા જી.શાહ ,સુશ્રી દક્ષા પી.શાહ ,શ્રી પ્રવીણ વી.શાહ ,સુશ્રી કીર્તિ એચ.શાહ ,શ્રી હર્ષદ વી.શાહ ,સુશ્રી કલ્પનાબેન એમ.કાશીવાલા ,તથા શ્રી મુકેશભાઈ કાશીવાલા ,પૌત્રો ,પૌત્રીઓ સહીત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ચીર વિદાય પામ્યા છે.
વર્તમાન કોરોના વાઇરસના સંજોગોને કારણે દિલાસો આપવા રૂબરૂ નહીં આવવા જણાવાયું છે.
         46,મનીષા સોસાયટી ,ઓલ્ડ પાદરા રોડ ,વડોદરા મુકામે તેમના નિવાસ સ્થાને કોન્ટેક નં 9173565913 દ્વારા અથવા 6352284702 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.તેવું પટેલ પ્રગતિ મંડળ ની યાદીમાં જણાવે  છે.

(8:04 pm IST)