એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 20th July 2021

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને અભિનંદન આપ્યા : સાથે મળી કોરોનાનો મુકાબલો કરીશું : નેપાળને કોવિદ -19 વેક્સીન પુરવઠો આપવાનો કોલ

કાઠમંડુ : 18 જુલાઈના રોજ લોકસભામાં વિશ્વાસનો મત જીતી જનાર નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા હતા.તથા શુભેચ્છા પાઠવી હતી.

આગામી દોઢ વર્ષ સુધીના કાર્યકાળ માટે વડાપ્રધાન પદ સાંભળનાર દેઉબા સાથે ફોન પર વાતચીત બાદ ટ્વિટર પર વાત કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેના સહયોગને આગળ વધારવા માટે આપણે સાથે મળીને કામ કરીશું .

આ તકે ભારતના ગઈકાલ 19 જુલાઈએ થયેલી વાતચીત મુજબ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હિમાલય રાષ્ટ્રને કોવિડ -19 રસી પુરવઠાની ખાતરી આપી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:37 pm IST)