એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 24th June 2021

ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર શ્રી અરુપ ચક્રવર્તીનું MIT ઇન્સ્ટિટ્યૂટ પ્રોફેસર તરીકે બહુમાન : મેસ્સેચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સર્વોચ્ચ ગણાતી પદવી એનાયત

મેસ્સેચ્યુએટ : મેસ્સેચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ ગયા મહિને કરેલી ઘોષણા મુજબ ઇન્ડિયન અમેરિકન કેમિકલ એન્જીનીઅર શ્રી અરુપ ચક્રવર્તીનું MIT ઇન્સ્ટિટ્યૂટ પ્રોફેસર તરીકે બહુમાન  કરાયું છે.  

મેસ્સેચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની  સર્વોચ્ચ ગણાતી પદવી માટે પસંદ કરાયેલ બે વ્યક્તિઓમાં તેઓને સ્થાન અપાયું છે.

શ્રી ચક્રવર્તી MIT ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એન્જીનીઅરીંગ એન્ડ સાયન્સના  ફાઉન્ડિંગ ડિરેક્ટર છે.જ્યાં  કોમ્યુટર ટેક્નિક્સ , તથા વેક્સીન વિકાસમાં  ઇમ્યુનોલોજી સહિતના પડકારોનો સામનો કર્યો છે.

તેમણે કેમિકલ એન્જીનીઅરીંગની બેચલર ડિગ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુરમાંથી મેળવી છે. તથા યુનિવર્સીટી ઓફ દેલવારેમાંથી કેમિકલ એન્જીનીઅરીંગ સાથે પી.એચ.ડી. કર્યું છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:41 am IST)