એન. આર. આઈ. સમાચાર
News of Monday, 24th June 2019

''વોઇસ ઓફ સ્પેશીઅલી એબલ્ડ પિયલ (VOSAP)'': દિવ્યાંગો માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનની સરાહનીય પ્રવૃતિઓઃ ભારત સરકાર તેમજ યુનાઇટેડ નેશન્શના સંપર્ક દ્વારા દિવ્યાંગોના હકકો માટે કરાયેલી રજુઆતોને સફળતા

 

ન્યુયોર્કઃ વોઇસ ઓફ સ્પેશીઅલી એબલ્ડ પિયલ (VOSAP)ના ઉપક્રમે તાજેતરમાં કરાયેલી પ્રવૃતિઓના અહેવાલ મુજબ યુ.એસ તથા અમદાવાદમાં લાભાર્થીઓને સિલાઇ મશીન સહિત દૈનંદિન જીવનમાં ઉપયોગી સાધનોના વિતરણ કરાયા હતા. તથા જરૂરીયાતમંદ દિવ્યાંગોને તેમની આવશ્યકતા મુજબના સાધનોની મદદ માટે સંપર્ક સાધવા જણાવ્યું હતું.

ઉપરાંત ભારતમાં એપ્રિલ મે માસ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓમાં દિવ્યાંગોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્હીલચેરની સગવડ અપાવી શકાઇ હતી. તેમજ શ્રીમતિ શકુંતલા ગામલિનએ એક્ષેસિબલ ઇન્ડિયા કમ્પેન સહિત વિવિધ પ્રોજેકટ દ્વારા દિવ્યાંગો માટેની ભારત સરકારની પોલીસી અંગે માહિતી આપી હતી. VOSAP ફાઉન્ડર શ્રી પ્રણવ દેસાઇએ NRI સમુહને પણ આ ક્ષેત્રે જોડાવા અનુરોધ કર્યો હતો.

યુનાઇટેડ નેશન્શની ન્યુયોર્ક મુકામે મળેલી CRPD કોન્ફરન્સમાં VOSAP ટીમના શ્રી મનુશ્રી દેસાઇ તથા શ્રી શિવમ શરણએ ભાગ લીધો હતો. તેમજ ટીમ મેમ્બર્સએ આ તકે ઉપસ્થિત કેનેડા, કતાર, મલેશીઆ, વેસ્ટ આફ્રિકા સહિતના દેશોના એમ્બેસેડર સાથે પણ વિચાર વિનિમય કર્યો હતો.

સિલીકોન વેલ્લીના વોલન્ટીઅર શ્રી રાજેશ લારીઆ ફંડ રેઇઝીંગ માટે મદદરૂપ થયા હતા. VOSAP ટીમએ ITV Gold  (ડો.સુધીર પરીખ તથા શ્રી અશોક વ્યાસ)ના NRI સાથેના જોડાણમાં મદદરૂપ થવા બદલ આભાર વ્યકત કર્યો હતો. તેવું શ્રી પ્રણવ દેસાઇની યાદી દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)