એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 22nd June 2019

''નેશનલ સાયન્સ બાઉલ ૨૦૧૯'' અમેરિકામાં હાઇસ્કૂલ તથા મિડલ સ્કૂલના સ્ટુડન્ટસ માટે યોજાઇ ગયેલી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધાઃ બંને વિભાગમાં એક ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાથેની ટીમ વિજેતા

મિન્નેસોટાઃ યુ.એસ.ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીના ઉપક્રમે હાઇસ્કૂલ તથા મિડલ સ્કૂલના સ્ટુડન્ટસ માટે યોજાયેલી ''નેશનલ સાયન્સ બાઉલ ૨૦૧૯ નેશનલ ચેમ્પીયન'' સ્પર્ધામાં બંને વિભાગમાં એક ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાથેની ટીમ વિજેતા ઘોષિત થઇ છે.

હાઇસ્કૂલ સ્ટુડન્ટસ માટેની સ્પર્ધામાં મિન્નેસોટા ખાતેની સ્કૂલની ટીમમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ આયુષ ગુપ્તા સાથેની ટીમ વિજેતા બની છે. જયારે મિડલ સ્કૂલ સ્ટુડન્ટસ માટેની સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ રોહન વેંકટેશન સહિતની ટીમ વિજેતા થઇ છે. રાષ્ટ્રિય કક્ષાની આ સ્પર્ધામાં ૩ હજાર ઉપરાંત ટીમોએ ભાગ લીધો હતો.  

(9:00 pm IST)