એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 22nd June 2019

''મેઇક હયુસ્ટન હેપ્પી'': યુ.એસ.માં આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાઇ ગયેલો ત્રિદિવસિય પ્રોગ્રામઃ મનને સ્વસ્થ તથા શાંત રાખી પ્રસન્નતા અપાવતા યોગા તથા મેડીટેશનનો અભ્યાસ કરાવાયો

હયુસ્ટનઃ ''મેઇક હયુસ્ટન હેપ્પી'' યુ.એસ.માં આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશન હયુસ્ટન ચેપ્ટરના ુપક્રમે ૨૭ માર્ચ ૨૦૧૯ થી સમગ્ર વર્ષ માટે શરૂ કરાયેલ આ પ્રોગ્રામ ૪  થી ૬ મે દરમિયાન શેરેટોન મુકામે યોજાઇ ગયો. જેમાં ૮૦ ઉપરાંત ભાઇ બહેનોએ ભાગ લીધો હતો.

ત્રિદિવસિય આ પ્રોગ્રામ દરમિયાન શ્વાચ્છોશ્વાસની ક્રિયા તથા મેડીટેશન દ્વારા કઇ રીતે મનને સ્વસ્થ તથા શાંત રાખી પ્રસન્નતા મેળવથી તે અંગે યોગાભ્યાસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. તેવું IAN દ્વારા  જાણવા મળે છે.

(8:59 pm IST)