એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 22nd June 2019

''ઇદ મિલન'': યુ.એસ.માં ઇન્ડિયન મુસ્લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૧૬ જુન ૨૦૧૯ના રોજ કરાયેલી ઉજવણીઃ હિન્દુ,મુસ્લિમ, તથા ખ્રિસ્તી સહિત ૫૦૦ ઉપરાંત અગ્રણી આમંત્રિઓએ હાજરી આપી કોમી એકતાના દર્શન કરાવ્યા

હયુસ્ટનઃ યુ.એસ.માં ઇન્ડિયન મુસ્લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૧૬ જુન ૨૦૧૯ના રોજ ફાધર્સ ડે નિમિતે ઇદ મિલન ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો જેમાં ૫૦૦ ઉપરાંત આમંત્રિતો જોડાયા હતા. જેમાં હિન્દુ, મુસ્લિમ, તથા ખ્રિસ્તી અગ્રણીઓએ સાથે મળી કોમી એકતાના દર્શન રૂપ ઉજવણી કરી હતી.

આ ઉજવણીમાં હિન્દુ સ્વયંસેવક સંઘના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રમેશ ભુટાડાએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે કોન્સ્યુલ જનરલ શ્રી અનુપમ રાયએ હાજરી આપી ઉદબોધન કર્યુ હતું. મહિલા સશકિતકરણ અંગેનો સુશ્રી મલાયા યુસુફનો વીડિયો દર્શાવાયો હતો. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)