એન. આર. આઈ. સમાચાર
News of Friday, 21st June 2019

અમેરિકામાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ઓફ શિકાગોના ઉપક્રમે પાંચમો વાર્ષિક " આંતર રાષ્ટ્રીય યોગા દિન " ઉજવાયો : કોન્સ્યુલેટ જનરલ શ્રી સુધાકર દલેલા ,યોગાચાર્ય ડો.પ્રેરણા આચાર્ય ,કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થી સહીત 500 ઉપરાંત લોકો જોડાયા

શિકાગોભારતના કોન્સુલેટ જનરલ શિકાગોના સુધાકર દલેલા જુન ૧૫ના રોજ નેપરવીલ ઈલીનોઈસ ૫મો  આંતરરાષ્ટ્રીય યોગા ડેનેપરવીલ યાર્ડ' ના હોલ માં ૫૦૦થી વધુ જન સમૂદાયની તથા વિવિધ સંસ્થાઓના પ્રતીનીધીયો દ્વારા ઉજવવામાં આવેલ.

            ભારતના કોન્સુલેટ જનરલ શિકાગોના સુધાકર દલેલા અને પી.કે. મિશ્રાએ મહેમાનોનું સ્વાગત કર્યું. ત્યારબાદ કોન્સુલેટ ઓફીસના યોગાચાર્ય ડો. પ્રેરણા આચાર્ય પ્રાર્થના દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરેલી. ત્યારબાદ ભારતના કોન્સુલેટ જનરલ શિકાગોના સુધાકર દલેલા કોંગ્રેસ મેન રાજા ક્રીશ્નામુર્થી નું તથા  નેપરવીલના મેયર સ્ટીવ ચીરીકો નું  કોન્સુલેટ ઓફીસના યોગાચાર્ય ડો. પ્રેરણા આચાર્ય ફૂલોથી સ્વાગત કરેલ. ત્યારબાદ દીપ પ્રાગટ્ય ની વિધિ કરવામાં આવેલ. જેમાં એલીનોઈસના કોંગ્રેસ મેન રાજા ક્રિષ્ના મુરથી , નેપર્વીલના મેયર સ્ટીવ  ચીરીકો, ડો. પ્રેરણા આચાર્ય દ્વારાકરવામાં આવેલ. ત્યારબાદ સૌએ સાથે મળી અમેરિકન તથા ભારતનું રાષ્ટ્ર ગીત ગાવમાં આવેલએલીનોઈસના કોંગ્રેસ મેન રાજા ક્રિષ્ના મુરથી , નેપર્વીલના મેયર સ્ટીવ  ચીરીકો, તથા ભારતના કોન્સુલેટ જનરલ શિકાગોના સુધાકર દલેલાએ  ૫મા આંતરરાષ્ટ્રીય યોગા ડે નિમિતે શુભકામનાઓ પાઠવવામાં આવેલ. પ્રસંગે  ભારતના કોન્સુલેટ જનરલ શિકાગો દ્વારા સીનીયરો માટે લઈ જવા મુકવા માટે બસ ની સગવડ તથા બપોર ના લંચની, યોગા મેટ ની ફ્રી સગવડ કરવામાં આવેલ. એર ઇન્ડિયા તથા સ્ટેટ બેંક એ બધાને ફ્રી ટી શર્ટ ની વહેચણી કરવામાં આવેલ. અંતમાં કોન્સુલેટ જનરલ શિકાગોના સુધાકર દલેલાએ સંસ્થાઓએ અને સમુદાયનાનેતાઓમાં સંત નિરંકારી મિસન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય સીનીયર, યુનાઇટેડ સિનીયર પરિવાર, નેપરવીલ વિલેઝએ કોઈપણ ચાર્જ લીધા વગર નેપરવીલ યાર્ડ નો હોલ ઉપયોગ કરવા દેવા બદલ નેપર્વીલના મેયર સ્ટીવ  ચીરીકોનો આભાર માનેલો. તથા ન્યુઝ કવરેજ માટે શિકાગોના ફોટોગ્રાફી માટે જયંતી ઓઝા નો આભાર માનેલ. તેવું ફોટો તથા માહિતી શ્રી જયંતી ઓઝા દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)