એન. આર. આઈ. સમાચાર
News of Monday, 22nd April 2019

મલેશિયાની રાજધાની કુઆલા લમ્પુરમાં આયંબિલની આરાધના સંમ્પન્ન

55 કુલ આયંબિલની ઓળી, 800થી વધુ કૂલ આયંબિલ

(કુઆલા લમ્પુર) - મલેશિયા : પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ અને જૈન ધર્મના વ્યાખ્યાતા સમણ શ્રુતપ્રજ્ઞજી મલેશિયા સંઘના આમંત્રણ પર આયંબિલની ઓળી કરાવવા  કુઆલા લમ્પુર પહોંચ્યા હતા. અહીં તેમને સવાર સાંજ જૈન ધર્મના વિવિધ પહેલુઓ પર પ્રવચનો આપ્યા હતા. સવારના 

પ્રવચનોના ક્રમમાં અરિહંત કોણ?, સિદ્ધનું સ્વરૂપ? આચાર્યની આઠ સંપદા? જ્ઞાન અને ઉપાધ્યાય, સાધુના લક્ષણો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર, સમ્યક તપ વિષય ઉપર 

વિવેચન કરતા શ્રીપાળ અને મયણા સુંદરીનું જીવન કથાનકનું ગાન કર્યું હતું. 

રાત્રિકાલીન વ્યાખ્યાનમાં આયંબિલ શા માટે?,વસ્તુપાળ મંત્રીની પ્રાર્થનાના આધારે ક્રમસહ  વાંચનનું મૂલ્ય,જિનની ભક્તિ, સજ્જનની સંગતિ,ગુણોની અનુમોદના, દોષ કથન વખતે મૌન, વાણીનો વિવેક, આત્મ દર્શનની સાધના પર પ્રવચન આપ્યા હતા. 

ઓળીના પ્રારંભમાં ગુજરાતી એસોસિએશનના પ્રમુખ ભુપતભાઇ શાહે સમણશ્રીનું ભાવથી સ્વાગત કર્યું હતું અને મંત્રી દીપકભાઈએ સૌને આયંબિલ ઓળીમાં નિયમિત ભાગ લેવાની અપીલ કરી હતી. 

અહીંની આયંબિલની વિશેષતા એ હતી કે - 

* સમણશ્રીને બોલાવવા માટે કાંતિલાલ શેઠ અને મિતા પ્રબોધ શેઠ આ આયંબિલ આરાધનાના સ્પોન્સર હતા.

* 42 વર્ષથી નિયમિત આયંબિલની ઓળી સમાજમાં થાય છે. એમાં પહેલીવાર ભારતથી આયંબિલ ઓળી કરાવવા સમણ શ્રુતપ્રજ્ઞજી આવેલા હતા.

* નાના બાળક જે જન્મથી જૈન નથી એવા 10 વર્ષના વીરે નવે નવ દિવસ આયંબિલ કરેલા હતા. જે સંઘ માટે ગૌરવની વાત છે.

* સવારે આપેલા પ્રવચનોની સમણ શ્રીએ સામુહિક પરીક્ષા લીધી હતી. 

* સમણશ્રીએ પોતે બંને સમય પ્રવચન આપીને પણ નવે નવ દિવસ આયંબિલની ઓળી કરેલ હતી. 

* આયંબિલમાં દરેકને ગરમ ગરમ આયંબિલ કરવા મળે એ માટે રસોડા કમિટીએ પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. 

* આયંબિલની ઓળી વચ્ચે મહાવીર જયંતીનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો જેમાં પૂરો સમાજ ભાવથી જોડાયો હતો. સાથો સાથ દામાણી પરિવાર તરફથી આજના દિવસે સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકોને અનેક વસ્તુઓ ભેટ આપી સહાય કરવામાં આવેલ હતી.  

* મહિલા મંડળના પ્રમુખ સરોજબેનના માર્ગદર્શનમાં સમાજની બહેનો જ આયંબિલની રસોઈ બનાવતા હતા. 

* એક અને એકથી વધુ આયંબિલ અનેક નાના નાના બાળકોએ કરેલ હતા,

* આયંબિલ થયા પછી સેવા આપનાર બધા જ સેવકોની ભોજન વ્યવસ્થા પણ સમાજમાં જ કરવામાં આવેલ હતી. 

* અત્યંત શાંતિ અને પ્રેમભાવથી આયંબિલની ઓળીની આરાધના સંપન્ન થયેલ હતી અને તા.20 એપ્રિલના સવારે પારણા અને બપોરે ભોજનનું આયોજન પણ સમાજમાં રાખવામાં આવેલ હતું.

સમણ શ્રી અહીંથી આજે તા. 20 એપ્રિલના મલાકા જશે જ્યાં એક દિવસની શિબિરનું સંચાલન કરશે તથા મહાવીર જયંતિના કાર્યક્રમમાં પ્રવચન આપશે. આ પહેલા તેઓ તા. 6થી 10 સુધી પિનાંગમાં ચિન્ટુ અને જોલીને ત્યાં ધર્મલાભ આપ્યો હતો. અહીંથી તેઓ 10 દિવસ ચેન્નાઇ જશે અને 10 દિવસ મૌન સાધના કરી કેનિયા માટે રવાના થશે.  

 

(3:49 pm IST)